દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તેમનું કહેવું છે કે રિયાએ સુશાંતને પરિવારથી દુર કરી આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. હવે રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશિંદેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ કેસ મુંબઈ પોલીસને સોંપવામાં આવે. એક ઈન્ટરવ્યુમાં આ અંગે સુશાંત સિંહ રાજપૂતનાં કઝીન ભાઇ નીરજ કુમાર સિંહે કહ્યું છે કે, કંઇક તો સત્ય હશે જેથી રિયા પર આરોપ લગાવામાં આવ્યા છે.
નીરજ કહે છે કે પોલીસ રિયા ચક્રવર્તી પરના તમામ આરોપોની તપાસ કરી રહી છે. જ્યારે અમે એકાઉન્ટમાંથી કેશ ટ્રાન્સફર થતા જોયું ત્યારે અમને વિચિત્ર લાગ્યું. પરિવારે એફઆઈઆર કરવા પગલું ભર્યું હતું. રિયા દ્વારા એક મોટું ટ્રાન્ઝેક્શન થયું છે. તેમાંથી રિયા અને સુશાંતનું જોઈન્ટ એકાઉન્ટ હતું. આ પછી, કેટલીક અન્ય વસ્તુઓ પ્રકાશમાં આવી. સ્પષ્ટ છે કે આવું રિયાએ એક કાવતરા હેઠળ કર્યું છે. જ્યારે પટના પોલીસ મુંબઈના રિયાના ઘરે પહોંચી ત્યારે તે ત્યાં હાજર નહોતી. અમને આશા છે કે મુંબઈ પોલીસ આ મામલાને સમર્થન આપશે.
નીરજે વધુમાં જણાવ્યું કે, તપાસ કરવામાં આવશે. ત્યાં થોડી સત્યતા હશે તો જ તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. પુરાવા એકત્રિત કરવા જોઈએ. અમે બધા જ પરિવારજનો પોલીસને મદદ કરવા તૈયાર છીએ. અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે લગભગ 40 લોકોનાં નિવેદનો નોંધ્યા છે. પરંતુ સુશાંતના નજીકના મિત્ર મહેશ શેટ્ટી, સંદીપ સિંહના કંગના રનૌતનાં નિવેદનો નોંધવામાં આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.