સુશાંત સિંહ રાજપૂત કેસથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (પીઆઈએલ) ને રદ કરી દીધી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ પોલીસમાંથી સીબીઆઈમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી હતી.
અભિનેતાના મોતની સીબીઆઈ તપાસ માટે સુપ્રીમ કોર્ટે અલકા પ્રિયા નામની વાદીની અરજીને ફગાવી દીધી છે. ભારતના ચીફ જસ્ટિસએ કહ્યું કે પોલીસને તેમનું કામ કરવા દો. આ સમયે વકીલે કહ્યું કે તેમણે લોકહિતમાં ઘણું કર્યું છે. બાળકોને નાસા મોકલ્યા. આના પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે કોઈ લેવા-દેવા નથી કે વ્યક્તિ સારી છે કે ખરાબ.
આપને જણાવી દઈએ કે સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત સુશાંતે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુથી બધાને હચમચાવી દીધા છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન સુશાંત આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો જ્યારે તેના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને અન્ય સામે કેસ દાખલ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.