બુધવારે સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વણાંક આવ્યો છે. કેન્દ્ર સરકારે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો છે. હવે સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસ ગુત્થી હલ કરશે. મંગળવારે બિહાર સરકારે આ કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ સમાચાર આવતાની સાથે જ સુશાંતના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
અંકિતાએ ઇન્સ્ટા પોસ્ટમાં શું લખ્યું?
સુશાંતનો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની જાહેરાત થતાં જ અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેમાં લખ્યું છે કે – જે ક્ષણની આપણે સૌ રાહ જોઇ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. અંકિતાએ કેપ્શનમાં આભાર વ્યક્ત કર્યો. અંકિતા દ્વારા આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી દલજીત કૌરે લખ્યું – હા, તેની શરૂઆત હાલમાં જ થઈ છે. સત્ય નિશ્ચિતરૂપે બહાર આવશે. સત્યમેવ જયતે. નંદીશ સંધુએ પણ અંકિતાની પોસ્ટ પર પણ ટિપ્પણી કરી છે.
અગાઉ જ્યારે સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. ત્યારે અંકિતાએ પોસ્ટ શેર કરતા લખ્યું – સત્ય જીતે છે. અંકિતા આ મુશ્કેલ સમયમાં સુશાંતના પરિવાર સાથે ઉભી છે. તે સુશાંતના પરિવારની નજીક છે. અંકિતા લોખંડે સુશાંતની બહેનો સાથે સારા સંબંધ ધરાવે છે.
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ સીબીઆઈને આ કેસની તપાસ સોંપવાની પ્રતિક્રિયા આપી છે. શ્વેતાએ ટ્વિટ કરીને લખ્યું- CBI it is!!! #JusticeForSushant #CBIEnquiryForSSR #CBIenquiry.. હવે સુશાંતના ચાહકો અને સબંધીઓને આશા છે કે સુશાંતને ન્યાય મળશે અને તેની આત્મહત્યાનું સત્ય દુનિયા સામે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.