સૂરતઃ ગુજરાતી ડોન પર આધારિત શાહરુખની ફિલ્મ ‘રઈસ’ નો દેશમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે સુરતમાં ફિલ્મનો વિરોધ કરતા ઠેર-ઠેર પોસ્ટરો લાગ્યા છે.
સુરતઃ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બનેલી શાહરૂખ ખાની ફિલ્મ ‘રઈશ’નો રાજ્યના અમુક શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર સેના નામના સંગઠને સૂરતમાં ફિલ્મ વિરુદ્ધના પોસ્ટર લગાવ્યા છે.
સુરતમાં અઠવા લાઈન્સ પર રાષ્ટ્ર સેના દ્વારા શાહરૂખની ફિલ્મ ‘રઈસ’ નો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છેકે,‘શાહરૂખ જે બ્રાંડનું એન્ડોર્સમેન્ટ કરે છે તે વસ્તુઓનો ઉપયોગ બંધ કરો. દેશ વિરોધી માનસિકતા ધરાવતા તત્વો ને પ્રોત્સાહન આપવું દેશ માટે ઘાતક છે અને આપણા માટે પણ.’
આદિપુરમાં સિંઘુ સેના દ્વારા ‘રઈસ’ નો વિરોધ કરવા પુતળા દહન કરાયું હતું. ફિલ્મમાં અસામાજીક પ્રવુતિ કરનાર અબ્દુલ લતીફને હિરો ચીતરવામાં આવ્યો હોવાનો અને સમાજની આસ્થાને હાની પહોંચાડવાનો આક્ષેપ સિંઘુ સેનાએ કાર્યો હતો.
આ પહેલા ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હોવાને લઇને પણ વિરોધ થયો હતો. વિએચપીએ રાઇસનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને ટ્રેનમાં ફિલ્મનું પ્રમોશન કરીને ગુનો કર્યો છે. શાહરૂખ પાકિસ્તાની તરફેણ કરીને દેશ સાથે ગુનો કર્યો છે. અને આતંકવાદને સમર્થન કરી રહ્યો છે. પ્રચાર માટે પૈસા આપિને ભીડ ભેગી કરી છે. આ સમગ્ર બાબત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકારને લખવાનું પણ જણાવ્યું હતું.
રઈશના વિરોધમાં વડોદરાના મેયર પણ કુદી પડ્યા હતા અને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને રઈશના વિરોધ કર્યો હતો. મેયર ભરત ડાંગરે કહ્યું હતુંકક, આપણો આદર્શ કોણ હોઇ શકે?, કોના જીવન પર ફિલ્મ બનવી જોઇએ?. સરહદ પર સૈનિકો પર હુમલો કરનાર પાકિસ્તાનની અભિનેત્રીની ફિલ્મ જોવી જોઇએ? સમાજે ચિંતન કવરાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન જ્યારે ‘રઇશ’ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત આવ્યો હતો ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર ભીડને લીધે એક શખ્સની હાર્ટએટેક આવવાથી મોત થયું હતું. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. તેનો પણ સમગ્ર દેશમાં વિરોધ થયો હતો.