સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. સુશાંતના અવસાન પછી ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે ગોવિંદાની ભત્રીજી અને અભિનેત્રી સૌમ્યા શેઠે ખુલાસો કર્યો છે કે તે પણ એકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાની હતી.
સૌમ્યા શેઠે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. સૌમ્યા શેઠે લખ્યું- આત્મહત્યા કરવાનો વિચાર મેન્ટલ હેલ્થના કારણે આવે છે. હું જાણું છું કે ભૂતકાળમાં પણ કેટલાક મહિનાઓ માટે મને પણ આવા વિચારો આવ્યા હતા. તે પ્યારી સ્માઈલ અને સારા વ્યવહારથી મેં તેવા વિચારને છુપાવીલીધા હતા.
હું ઇવેન્ટ અટેન્ડ કરતી હતી. દરેક જણ મળતી તેમને ગળે લાગતી, સ્માઈલ કરતી અને હસતી. જેવા લોકો ઘરે પાછા જતા ત્યારે હું મારી જાતને મારી નાખવાના વિચારતી હતી. હું મારા જીવનથી નિરાશ હતી. હું મારી જાતને અરીસામાં જોતી અને હું માની જ શકતી ન હતી કે આ હું છું. મારા હાથ અને ચહેરા પર ઈજાના નિશાન હતા. મારું માથું દુખતું હતું. મારા અંદર જીવન સમાપ્ત થઈ ગયું.
હું શ્વાસ લઇ રહી હતી પણ તેનો કોઈ ફાયદો ન હતો. મને લાગ્યું કે કોઈ મને પ્રેમ નથી કરતું, પરંતુ મેં આત્મહત્યા કરી નથી. હું તે કરી શકી નહીં. મારે જીવવું પડ્યું, જેમ કે મને જીવવા માટે દબાણ કરવામાં આવ્યું. હું ગર્ભવતી હતી. જો તે ફક્ત મારા માટે હોત, તો હું તે કરી શકત. જો કે, તેવું ન હતું. આત્મહત્યા એક મુશ્કેલ શબ્દ છે. જ્યારે તમે આવી સ્થિતિમાં પહોંચો છો, તો તરત જ તમારા મિત્રને કોલ કરો અથવા હેલ્પલાઇન નંબર લગાવો. પરંતુ, જ્યારે તમે મિત્રો, કુટુંબ અને નજીકના લોકોને કોલ કરી શકતા નથી. પછી શું?’
આપને જણાવી દઈએ કે સૌમ્યા નવ્યાએ નઈ ધડકન નયે સવાલ, ‘દિલ કી નજર સે ખુબસુરત’ અને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’ માં કામ કર્યું છે. સૌમ્યા શેઠે જાન્યુઆરી 2017 માં બોયફ્રેન્ડ અરૂણ કપૂર સાથે લગ્ન કર્યા હતા.
એ જ વર્ષે ઓગસ્ટમાં સૌમ્યાએ એક પુત્રને જન્મ આપ્યો. જો કે, સૌમ્યા જૂન 2018 માં તેના પતિ અરુણથી અલગ થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.