Not Set/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટકાવવા મુદ્દે હાઈકોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અરજી

  પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટકાવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે કોરોના મહામારી દરમિયાન સંક્રમણનો ફેલાવો અટકાવવા ચૂંટણી અટકાવવી જરુરી છે. ચૂંટણી દર પાંચ વર્ષે કરવી જરુરી છે પરંતુ જાે પેટા ચૂંટણી સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તો 8000 […]

Uncategorized
4f33def4de4ef2d85f9fce6d507c3a6a સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટકાવવા મુદ્દે હાઈકોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અરજી
 

પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટકાવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે કોરોના મહામારી દરમિયાન સંક્રમણનો ફેલાવો અટકાવવા ચૂંટણી અટકાવવી જરુરી છે.

ચૂંટણી દર પાંચ વર્ષે કરવી જરુરી છે પરંતુ જાે પેટા ચૂંટણી સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તો 8000 ગ્રામ પંચાયત ચૂંટણીમાં 56,000 લોકોને ચૂંટવાના, 250 તાલુકા પંચાયતમાં 4500 સભ્યો, 33 જિલ્લા પંચાયતમાં 1100 સભ્યો અને છ મહાનગરપાલિકામાં 642 કોર્પોરેટરોને ચૂંટવાના થાય. કુલ 62હજાર લોકોને ચૂંટવા માટે 4 કરોડ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે અને તેનાથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના છે. આવા સંજોગોમાં ચૂંટણી મુલતવી રાખવા અરજીમાં માગણી કરાઈ છે જેના પર આગામી દિવસોમાં સુનાવણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.