દેશમાં કોરોના મહામારીનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. આ વચ્ચે દેશમાં લોકડાઉનને લાગુ કરવામાં આવ્યુ હતુ. જો કે હાલમાં ચાલી રહેલ લોકડાઉનને અનલોક 1 નામ આપવામાં આવ્યુ છે. આ લોકડાઉન દરમિયાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીરીઝ ઓફ ઇન્ટરેક્શન શરૂ કર્યુ છે જેમાં તેઓ દરેક મુદ્દાઓ પર કોઈ નિષ્ણાંત સાથે વાત કરી રહ્યા છે. તાજેતરમાં સ્વરા ભાસ્કરે આ સીરીઝ વિશે ટવીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
સ્વરા ભાસ્કરે પોતાનના ટ્વીટમાં લખ્યું છે કે, લોકો રાહુલ ગાંધીની જુદા જુદા ક્ષેત્રોનાં નિષ્ણાંતો સાથેની સીરીઝની વાટાઘાટોને કેમ નફરત કરે છે. આ સાથે, સ્વરા ભાસ્કરે આગળ પોતાની ટ્વીટમાં લખ્યું કે તેઓ માહિતીપ્રદ હોય છે અને વર્તમાન સંકટ અને પરિસ્થિતિઓ અંગે સંબંધિત દ્રષ્ટિકોણ આપે છે. રાહુલ ગાંધીની સીરીઝ વિશે સ્વરા ભાસ્કરનું આ ટ્વિટ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, સાથે જ ચાહકો પણ તેના પર જોરદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. પોતાના ટ્વિટમાં વધુમાં તેણે લખ્યું છે કે, “રાજકારણ માટે – મને લાગે છે શું તે એક ખૂબ જ અલગ પગલું છે જે એક રાજકારણી સાંભળે છે.” આપને જણાવી દઈએ કે, ગત દિવસે રાહુલ ગાંધીએ પોતાની સીરીઝમાં બજાજ ઓટોનાં એમડી રાજીવ બજાજ સાથે વાત કરી હતી.
Why r people on Twitter hating on @RahulGandhi ‘s series of interactions with experts of different fields. They are informative & provide relevant perspectives on current crises & situations. As for politics- I think it’s a pretty ace opposition move- a politician who listens! 🤓
— Swara Bhasker (@ReallySwara) June 4, 2020
સ્વરા ભાસ્કર વિશે વાત કરીએ તો અભિનેત્રી તેની ફિલ્મો તેમજ તેના વિચારો માટે પણ જાણીતી છે. અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ શીર-કોર્મામાં જોવા મળશે, જેમાં તેની સાથે અભિનેત્રી દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ દિવસો સિવાય સ્વરા ભાસ્કર પરપ્રાંતિય મજૂરોની મદદ કરવામાં રોકાયેલા છે. સોનુ સૂદ પછી અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ મજૂરોને સલામત અને સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી છે. લોકો પણ આ પગલા માટે તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.