બેંગલુરૂ: દુનિયા ભારમં પોતાના મોબાઇલ માટે ખ્યાત નામ કંપની Apple દ્વારા ભારતમાં iPhones બનાવવામાં આવશે. આ માટે કંપની દ્વારા બેંગ્લોરમાં એક યુનિટ ઊભું કરવામાં આવશે. આ જાહેરાતને કર્ણાટક સરકારે આવકારી છે. અહીં આઈફોનનું એસેમ્બલિંગ કરવામાં આવશે. જુન મહિનાથી ભારતમાં iPhoneનું નિર્માણ શરૂ થઈ જશે તેમ માનવામાં આવશે.
ગુરૂવારે કર્ણાટકના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર પ્રિયંક ખડકેએ જાહેરાત કરી હતી કે, બેંગ્લોરમાં Apple દ્વારા iPhone બનાવવામાં આવશે. સરકારી પ્રેસ રિલિઝમાં એ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે iPhones બનાવવાનું તામ ક્યારથી શરૂ થશે, પરંતુ એવું માનવામાં આવે છે કે, જુન મહિનાથી પ્રોડ્કશન લાઈન કાર્યરત થઈ જશે. ડિસેમ્બર મહિનામાં મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, એપલ દ્વારા ભારતમાં iPhone બનાવવાના અહેવાલો વહેતા થયા હતા. પરંતુ તે સમયે રાજ્ય સરકાર કે કંપનીએ તેની પુષ્ટિ કરી ન હતી.
દુનિયામાં ભારત ત્રીજો એવો દેશ છેકે જ્યાં iPhones એસેમ્બલ કરવામાં આવશે. Apple માટે ઓરિજિનલ ઈક્યુપમેન્ટ બનાવનારી તાઈવાનની કંપની ફોક્સકોન વિસ્ટ્રન શહેરમાં iPhone બનાવે છે. ચીનમાં પણ iPhoneને એસેમ્બલ કરવાનું કામ થાય છે.