Not Set/ હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વગર ફરતા વાહનોના માલિકો સામે FIR નોંધાશે

સરહદ ઉપર તણાવની સ્થિતિ અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતમાં પણ ત્રાસવાદી હરકતોના ઈન્ટેલિજન્સ બ્યુરોના ઈનપુટને પગલે, રાજ્ય સરકારે ગુજરાતમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ એચએસઆરપી વગર ફરતા વાહનોના માલિકો સામે ફોજદારી ગુન્હો નોંધવા આદેશો કર્યા છે.. એટલું જ નહી, હાઈસિક્યોરિટી નંબર પ્લેટ જેવી જ દેખાતી અનઅધિકૃત નંબરપ્લેટ લગાડીને જાહેરમાં ફરતા વાહનો સામે આ પ્રકારની […]

Gujarat

સરહદ ઉપર તણાવની સ્થિતિ અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતમાં પણ ત્રાસવાદી હરકતોના ઈન્ટેલિજન્સ બ્યુરોના ઈનપુટને પગલે, રાજ્ય સરકારે ગુજરાતમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ એચએસઆરપી વગર ફરતા વાહનોના માલિકો સામે ફોજદારી ગુન્હો નોંધવા આદેશો કર્યા છે.. એટલું જ નહી, હાઈસિક્યોરિટી નંબર પ્લેટ જેવી જ દેખાતી અનઅધિકૃત નંબરપ્લેટ લગાડીને જાહેરમાં ફરતા વાહનો સામે આ પ્રકારની સખ્તાઈ થશે.. વાહન વ્યવહાર કમિશનરે એક ઠરાવ પ્રસિધ્ધ કરીને જણાવ્યુ છે કે, રાજ્યના તમામ વાહનો હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવે તે ઉદ્દેશ્યથી અમે કામકાજના દિવસો ઉપરાંત જાહેર રજાઓના દિવસે પણ આરટીઓ કચેરી સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખીને કામગીરી કરવાના આદેશો આપ્યા છે.. મહત્વનું છે કે, ગુજરાતની 35 આરટીઓ કચેરીઓમાં 4.48 લાખ હાઈસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ તૈયાર હોવા છતાંયે વાહન તાલકો તેને ફિટ કરવા માટે આવતી નથી.. આથી સરકારે આવી નંબર પ્લેટ લગાવ્યા વગર ફરતા વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશો આપવા પડ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે