Not Set/ હાથરસ કેસને લઇને રાજ્યમાં ભાંગફોળનો હતો પ્લાન, UP સરકારે કર્યા આવા સનસની ખેજ દાવા

ઉત્તરપ્રદેશમાં રમખાણોના ગુનાહિત કાવતરાં કરવા અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના મામલે ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસ કેસમાં ફરિયાદ દાખલ કરી છે. ગુનાહિત કાવતરું અને માહિતીટેકનોલોજી અધિનિયમ સહિત 20 જેટલી કલમો અંતર્ગત હાથરસ જિલ્લાના ચાંદપા પોલીસસ્ટેશનમાં એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો કે સરકારને અસ્થિરકરવા માટે એક મોટુ કાવતરું છે, અને આ માટે વિદેશી લિન્કવાળી વેબસાઇટ […]

Uncategorized
3fb7d57039d38394a3e8ef599acee9e4 3 હાથરસ કેસને લઇને રાજ્યમાં ભાંગફોળનો હતો પ્લાન, UP સરકારે કર્યા આવા સનસની ખેજ દાવા

ઉત્તરપ્રદેશમાં રમખાણોના ગુનાહિત કાવતરાં કરવા અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના મામલે ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસ કેસમાં ફરિયાદ દાખલ કરી છે. ગુનાહિત કાવતરું અને માહિતીટેકનોલોજી અધિનિયમ સહિત 20 જેટલી કલમો અંતર્ગત હાથરસ જિલ્લાના ચાંદપા પોલીસસ્ટેશનમાં એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

પોલીસે દાવો કર્યો કે સરકારને અસ્થિરકરવા માટે એક મોટુ કાવતરું છે, અને આ માટે વિદેશી લિન્કવાળી વેબસાઇટ બનાવવામાં આવી હતી. યુપી પોલીસે દાવો કર્યો છે કે, રાજ્યભરમાં જાતિ આધારીત તોફાનો ફેલાવવા માટે હાથરસની ઘટના સાથે જોડાયેલી નકલી માહિતી ફેલાવવા માટે ‘જસ્ટિસફોર હથરસ’ નામનીવેબસાઇટ બનાવવામાં આવી હતી.

વેબસાઇટનો ઉપયોગ લોકોના વિશાળ જૂથ બનાવવા માટે કરવામાં આવ્યો હતો અને તેમાં વિદેશી લિંક્સ પણ હતી. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે, તેઓએ વેબસાઇટ પર નજર રાખી હતી અને કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સાઇટ રાતોરાત કાર્યકારી બની હતી.

વેબસાઇટ વિશે મીડિયા સાથે શેર કરેલી માહિતી મુજબ, આ મુદ્દે દેશવ્યાપી વિરોધ, પોલીસ કાર્યવાહીથી બચવા માટેની રીતો અને પોલીસ દાવો કરે છે કે તે માટે વિદેશી ભંડોળનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. સરકારનો દાવો છેકે વેબસાઇટ સી.એ.એ. જેવી રીતે જ અશાંતિનો પ્રયાસ કરી રહી છે અને પી.એફ.આઈ. જેવાજૂથો તેની પાછળ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews