રાજકોટઃ હાર્દિક પટેલને જેતપુરના એક શખ્સે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને ખૂલી ધમકી આપી હતી. નટુ બુટાણી નામના શખ્સે હાર્દિક પર સવાલ ઉભા કરતા કહ્યું હતું કે, હાર્દિક સમાજને ગેરમાર્ગે દોરે છે. હાર્દિક પાસે રોજ ગાડીમાં ફરવા માટે રૂપિયા ક્યાંથી આવે છે. તેને કોનો ટેકો છે.?
જો હાર્દિક પટેલમાં હિમત હોય તો જેતપુરરના એક પણ ગામમાં સભા કરી બતાવે. હાર્દિકને ધમકી આપનાર નટુ બુટાણી જેતપુર તાલુકાનાબોરડી સમઢિયાળા ગામનો વતની છે. તેણે હાર્દિકને પોતાની સાથે કામ કરવા માટે પણ જણાવ્યું હતું.