પોલીસ કસ્ટડીમાં યુ.એસ. અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડનાં મૃત્યુ બાદ અમેરિકામાં બ્લેક લાઇવ્સ મેટર આંદોલનનાં સમર્થનમાં બહાર આવેલા રેસલર અને હોલીવુડ અભિનેતા ડ્વેન જ્હોન્સને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદ છોડવાની હાકલ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પર સવાલ ઉઠાવતા ડ્વેન જહોનસને બુધવારે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા કરતા કહ્યું હતું કે, આ સમયે આપણો નેતા ક્યાં છે? જ્યારે આપણો દેશ દુઃખી, આહત, ગુસ્સે, નિરાશ અને ઘૂંટણે છે. આજે લોકો તેનો અવાજ સાંભળવા માંગે છે. જહોનસન કહે છે, આપણા દયાવાન નેતા ક્યાં છે, જે ઘૂંટણે બેસેલા આપણા દેશને ઉઠાવવા માટે પગલા લેવા જઇ રહ્યા છે વિડીયોમાં, જ્હોનસન એક હાથ ઉઠાવીને કહે છે, “તમે ઉભા થાઓ, મારી સાથે ઉભા રહો, કારણ કે હું તમને જાણી ગયો છું.”
Where are you?#normalizeequality#blacklivesmatter pic.twitter.com/Xid3BC4B2n
— Dwayne Johnson (@TheRock) June 4, 2020
મેં તમને સાંભળ્યા છે, હું તમને સાંભળી રહ્યો છું અને આપને જણાવી દઉ કે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે, હું મારા અંતિમ શ્વાસ સુધી અને મારા મૃત્યુનાં અંત સુધી, હુ બધુ જ કરવા જઇ રહ્યો છુ, જે બદલાવ માટે સ્થિતિને સામાન્ય કરવા માટે અને સમાનતાને યથાવત રાખવા માટે જરૂરી છે, કારણ કે અમેરિકામાં બ્લેક લાઇવ્સ મહત્વ ધરાવે છે. એકવાર, તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પડકારતા પૂછ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમે ક્યાં છો?”
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ફરી એક વાર ઉત્તેજના મળી છે. સમગ્ર મામલો અમેરિકન પોલીસ અધિકારી ડેરેક ચૌવીનનાં હાથે થયેલા અશ્વેત નાગરિકની હત્યા બાદ સામે આવ્યો. 46 વર્ષિય આફ્રિકી-અમેરિકન જ્યોર્જ ફ્લોયડની મોત બાદ સમગ્ર અમેરિકા આગની ઝપટમાં આવી ગયુ હતુ. જો કે ડેરેકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેના 4 સાથી અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.