Not Set/ ૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રા કાઢવાની યોજના

૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રા કાઢવાની યોજના છે..ત્યારે જમ્મુમા બાઈક રેલી યોજી તિરંગા યાત્રા શરૂ કરવામા આવી છે…તો બીજી તરફ ૧૪ ઓગસ્ટે રાષ્ટ્રભકિત સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું છે…મહત્વનું છે કે ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનોના ભાષણો બાદ તમામ શકિત કેન્દ્રોમાં ઝોનલ સ્તરે ધ્વજારોહણ સાથે સંકલ્પ કરવામાં આવશે. ૧૬ ઓગસ્ટથી […]

India
tiranga yatra 759 ૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રા કાઢવાની યોજના

૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રા કાઢવાની યોજના છે..ત્યારે જમ્મુમા બાઈક રેલી યોજી તિરંગા યાત્રા શરૂ કરવામા આવી છે…તો બીજી તરફ ૧૪ ઓગસ્ટે રાષ્ટ્રભકિત સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું છે…મહત્વનું છે કે ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનોના ભાષણો બાદ તમામ શકિત કેન્દ્રોમાં ઝોનલ સ્તરે ધ્વજારોહણ સાથે સંકલ્પ કરવામાં આવશે. ૧૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી તમામ જિલ્લા કેન્દ્રો પર નવા ભારતમંથન, સંકલ્પથી સિદ્ઘિની ચર્ચા કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય પ્રધાનો, સાંસદો અને રાજ્યોમાં ભાજપના પ્રધાનો હાજર રહેશે…ભાજપ આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારશે જેથી તે રાષ્ટ્રભકિતનો રાજકીય પર્યાય બની શકે. આ કાર્યક્રમ હેઠળ ૧૬થી ૩૦ ઓગસ્ટ વચ્ચે મોદી કેબિનેટના ૭૨ પ્રધાનો ૧૨૭ જગ્યાએ ત્રિરંગા યાત્રા કાઢશે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ૨૪ કેન્દ્રીય પદાધિકારીઓ ૪૯ જગ્યાએ રાષ્ટ્રવાદને ગજાવશે…ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી દ્વારા ૧૯૪૨માં છેડાયેલા ભારત છોડો જેવું આંદોલન કરવાનો નિર્દેશ આપ્યો છે. મોદીએ આ વર્ષે સંકલ્પથી સિદ્ઘિ માટે આગામી પાંચ વર્ષનો મંત્ર આપ્યો છે કે જેથી ભાજપ નવા ભારતનું પ્રણેતા બની શકે…