મોરબી/ ઝૂલતા પુલ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ, 135 મૃતકોના પરિવારજનોને હજી નથી મળ્યો ન્યાય

એક વર્ષ પહેલા સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો : પીડીત પરિવાર ગાંધી આશ્રમ નજીક ધરણા ઉપર બેઠા

Top Stories Gujarat Others
1 year complete of morbi bridge disaster ઝૂલતા પુલ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ, 135 મૃતકોના પરિવારજનોને હજી નથી મળ્યો ન્યાય

મોરબી શહેરની ગોજારી ઘટના એવી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પુરૂ થયું છે. 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યાં હતા.

30 ઓક્ટોબરના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયાં છે. આ બ્રિજ જેમને કોન્ટ્રાક્ટ પર આપી દેવાયો છે તે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવાયા હતા. હાલ તેઓ જેલમાં છે. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તાજેતરમાં મામલે રચવામાં આવેલી સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યાં હતા.

જો કે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. આ મામલે ન્યાયિક કાર્યવાહીમાં ભારે ઢીલ દાખવવામાં આવી રહી હોવાથી મૃતકના પરિવારજનો ભારે નારાજ છે.

આ ગોઝારી ઘટનાને એક વર્ષ પુરી થતાં ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશન દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે અને આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

બીજી તરફ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 મૃતકોના આત્માની શાંતિ માટે મોરબી શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ લાગી રહ્યા છે. મોરબીના મહેન્દ્ર નગર ચોકડી, માળિયા ફાટક ચોકડી, નટરાજ ફાટક, ગાંધી ચોક, શનાળા રોડ હાઉસિંગ બોર્ડ સહિતના અલગ-અલગ વિસ્તારમાં રેડી વિકટીમ એસોશિએશન દ્વારા હોર્ડિંગ લગાવાયા છે.

ઝુલતા પુલ ઘટનામાં ન્યાય માટે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે અને તેના વકીલ દ્વારા મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં કયદાકીય જંગ લડવામાં આવી રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitterWhatsAppTelegramInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.