નવી દિલ્હીઃ પીએમ મોદી દ્વારા પ્રતિબંધિત 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બાદ તમારી પાસે એક સીમા કરતા વધારે નોટ હશે તો તમારે તેના માટે દંડ ભરવા તૈયાર રહેવું પડશે. આ દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા સુધીનો હોઇ શકે છે. જો તમારી પાસે 0 કરતા વધારે બેન નોટ મળી આવશે તો આ દંડ ભરવો પડશે. સરકારે કાયદાને નોટિફાઇ કરી દીધો છે.
સંસદે ગય મહિને નિર્દિષ્ટ બેન્ક નોટ ( દેવાદારી સમાપ્ત જવાબદારી) કાયદો 2017 પાસ કર્યુ છે. આ કાયદાને પાસ કરવાનો હેતું આ નોટોનો ઉપયોગ કરતી વખતે સમાનાન્તર અર્થવ્યવસ્થા ચાલવાની સંભાવનાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરાવાની છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 27 ફેબ્રુઆરીએ આ કાયદા પર સાઇન કરવામાં આવ્યુઁ છે.