ભરૂચમાં ૧૦ ઓટોરિક્ષા દ્વારા દર્દીઓને લાવવા લઈ જવા નિઃશુલ્ક સેવાને એક મહિનો પૂરો થતાં એસોસિએશન તરફથી પુષ્પ અને ગિફ્ટ આપી અભિવાદન કરવામાં આવ્યું છે. ૮૦થી વધુ દર્દીઓને રહેઠાણથી દવાખાને લાવવા લઈ જવાની સેવા આપી હતી.
કોરોના મહામારીમાં દર્દીઓને ઘરેથી દવાખાને અને દવાખાનેથી રહેઠાણ સુધી લાવવા લઈ જવા ૧૦ ઓટોરિક્ષા દ્વારા નિઃશુલ્ક સેવાનો પ્રારંભ કર્યો હતો. એક મહિના પહેલાં શરૂ કરેલ સેવાને સારો પ્રતિસાદ મળ્યો હતો. એક મહિનામાં ૮૦ થી વધુ દર્દીઓને નિઃશુલ્ક લાવવા લઈ જવા સેવા આપવામાં આવી છે.
જયભારત ઓટોરિક્ષા એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે તમામ ૧૦ ઓટોરિક્ષા ચાલકોને કરેલ સેવા બદલ માનસન્માન આપવામાં આવ્યું હતુ. જેમાં પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપી તેમને સન્માન આપી આવનાર સમયે આ સેવા અવિરત ચાલુ રહેશે તેવી વાત રીક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલ અને ઉપપ્રમુખ આબીદ મિર્ઝાએ કરી હતી. ભરૂચની જનતા આ એમ્બ્યુલન્સ જેવી સેવાનો પૂરેપૂરો લાભ ઉઠાવે તેવું આહવાન કર્યું હતુઁ.