બ્રાઝિલના એક તળાવમાં બોટિંગની મજા માણી રહેલા કેટલાક લોકો સાથે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આમાં 10 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. બ્રાઝિલના એક તળાવમાં ખડકોનો ટુકડો તૂટીને બોટ પર પડતા શનિવારે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. મિનાસ ગેરાઈસ રાજ્યના ફાયર વિભાગના કમાન્ડર એડગાર્ડ એસ્ટેવોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 10 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 20 અન્ય લોકો ગુમ થયાની આશંકા છે.
Horrific. Giant rock falls on boats in Brazil. pic.twitter.com/UzVjQk8MLJ
— Steven Greenstreet (@MiddleOfMayhem) January 8, 2022
ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગનાને શનિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. ઘટનાના વીડિયોમાં, લોકો ફર્નેસ લેક પર બોટ રાઈડની મજા લેતા જોવા મળ્યા હતા જ્યારે ખડકનો એક ભાગ તૂટીને બોટ પર પડ્યો હતો. એસ્ટેવોએ જણાવ્યું હતું કે અકસ્માત સો જોસ દા બારા અને કેપિટોલિયો શહેરોની વચ્ચે થયો હતો.
મિનાસ ગેરાઈસ સ્ટેટ પ્રેસ ઓફિસે એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ફાયર વિભાગે મદદ માટે ડાઇવર્સ અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. રાજ્યના ગવર્નર રોમુ ઝેમાએ સોશિયલ મીડિયા પર પીડિતો સાથે અમે ભાવનાત્મક રીતે ઉભા છે એવો સંદેશ મોકલ્યો. ફરનાસ તળાવને ‘મીનાસ સમુદ્ર’ તરીકે ઓળખવામાં આવે છે. તે સો પાઉલોથી ઉત્તરમાં લગભગ 420 કિમીના વિસ્તારમાં એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે.