Ahmedabad News: અમદાવાદના કાલુપુરના માતાવાળી પોળમાં એક જર્જરિત બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે. મકાન ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ જવાને કારણે આસપાસના મકાનોમાં રહેતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 3 બાળકો, 4 મહિલાઓ અને એક પુરૂષ સહિત કુલ 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
જર્જરિત ઈમારત તૂટી પડવાથી તે ઈમારતની બાજુમાં રહેતા અન્ય લોકોનો રસ્તો બંધ થઈ ગયો હતો. જે બાદ તેઓ ઘરમાં ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી ફાયર બ્રિગેડને મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવ્યા હતા.
આ પણ વાંચો:નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ