રાજ્યમાં કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 122 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,22,642 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે.રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 352 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,883 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,09,291 છે .
તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર દિવસેને દિવસે મજબુત બનતી જઇ રહી છે. હેલ્થકેર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ પૈકી 288ને પ્રથમ અને 20589 વર્કર્સને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો પૈકી 50992ને પ્રથમ ડોઝ અને 67166 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે 18થી 45 વર્ષનાં નાગરિકો પૈકી 219584ને પ્રથમ ડોઝ અને 18840ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.