Patan News : પાટણમાં સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ માહિતીને આધારે રામાપીર મંદિર મોટી ચંદુર શંખેશ્વર રોડ પર બે વાહનો આંતરીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બન્ને વાહનોમાંથી પોલીસે રૂ.4,59,090 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, બે ડુપ્લીકેટ નંબર પ્લેટ, બે મોબાઈલ અને બે ક્રેટા કાર મળીને કુલ રૂ. 13.69,810 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે શ્યામપ્રકાશ આકા સુરેશ બિશ્નોઈ અને સુરેશ એમ બિશ્નોઈની ધરપકડ કરીહતી. બન્ને રાજસ્થાનના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલાસે દારૂનો જથ્થો મોકલનારા, દારૂ મંગાવનારા સહિત 10 ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ શંખેશ્વર પોલીસ સ્ટેશન કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવ દરમિયાન નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર
આ પણ વાંચો: શારદીય નવરાત્રી શરૂ થતા કઈ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે…
આ પણ વાંચો: નવરાત્રી સ્પેશિયલ સાબુદાણા વડા બનાવવાની સરળ રેસિપી, સ્વાદ હંમેશા યાદ રહેશે