Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 251માંથી 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. આમ એક રીતે જોઈએ તો હજી અડધી ગુજરાત કોરું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં એકથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. તેમા મેંદરડા તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. તેના પછી ખંભાળિયામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આમ સૌરાષ્ટ્ર પંથકને વરસાદે જળતરબોળ કરી દીધો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના બધા જ તાલુકાને વરસાદે આવરી લીધા છે. તેની મોસમી નદીઓમાં પાણી પણ આવવા લાગ્યા છે અને તળાવો પણ વરસાદી પાણીથી ભરાવવા લાગ્યા છે.
આ ઉપરાંત 24 કલાકમાં સંખેડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યાર સુબીર તાલાલામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય મુંદ્રા જૂનાગઢમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વંથલી કાલાવાડમાં મેઘરાજાની સવારી આવી હતી અને સવા બે ઇંચે શહેરને તરબોળ કરી દીધું હતું. આ ઉપરાંત બોટાદ અને વિસાવદરમાં બે-બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
પાલીતાણા અને લોધિકામાં પણ બે ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાને બે ઇંચ વરસાદ જળમગ્ન કરી દીધું હતું. ટંકારા અને વાલિયામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ સાથે મેઘ મંડાણ થયા હતા. બોડેલી અને માંગરોળને દોઢ ઇંચ વરસાદે તેના આગમનની પુષ્ટિ કરી હતી. નેત્રંગ, માળિયા હાટીના, પડઘરી, ચુડા, જેતપુર પાવી, કવાંટને દોઢ-દોઢ ઇંચ વરસાદે જળ તરબોળ કર્યુ હતુ. ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા હતા. આ બધા સ્થળોએ વાવણીલાયક વરસાદ પડ્યો હતો.
કોટડા સાંગાણી અને લાઠીમાં સવા-સવા ઇંચ વરસાદ પડ્યો હતો. વાપી-મહુઆ અને બારડોલીમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. નસવાડી-લાલપુરમાં પોણા-પોણા ઇંચ વરસાદે બધે પાણી-પાણી કરી દીધું હતું. કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. દાહોદ, નિઝર અને સિનોરને પોણા-પોણા ઇંચ વરસાદે જળબંબોળ કરી દીધું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી