રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13,804 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 142 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 5618 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 4 ,67,640 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,00,128 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5411 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 2176, રાજકોટ શહેરમાં 626, વડોદરા શહેરમાં 546, જામનગર શહેર 354, જામનગર શહેરમાં 354 , ભાવનગર શહેરમાં નવા 166 કેસ નોંધાયા.