રાજ્યમાં કોરોના કેસ હવે ઘટતા જોવા મળી રહ્યા છે . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13,847 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 172 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 10,180 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 5,81,624 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,42,139 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4980 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 1795, રાજકોટ શહેરમાં 605, વડોદરા શહેરમાં 547, જામનગર શહેર 390, ભાવનગર શહેરમાં નવા 410 કેસ નોંધાયા.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 42 હજાર 139 છે. જેમાં 637 દર્દીઓ વેન્ટિલેટર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 429130 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 7355 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 73.78 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 98,111,863 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 24,92,496 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.