Not Set/ 15 મી ઓગસ્ટ/ રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ

રાજ્યમાં 15 મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ની તડામાર  તૈયારીઓ રાજ્યના પાટનગરમાં સેન્ટ્રલવિસ્તા ગાર્ડનમાં શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરના કલેકટર ડો.કુલદીપ આર્ય તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સવારે 9 વાગે ધ્વજ ફરકાવી સલામી આપશે. આ પ્રસંગે 250 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે.  આ વર્ષે કોરોનાના કહેરને  કારણે મોટા સાંસ્કૃતિક […]

Uncategorized
126540cf25ba91a8d8ca72e332910cc5 15 મી ઓગસ્ટ/ રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ

રાજ્યમાં 15 મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ની તડામાર  તૈયારીઓ રાજ્યના પાટનગરમાં સેન્ટ્રલવિસ્તા ગાર્ડનમાં શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરના કલેકટર ડો.કુલદીપ આર્ય તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સવારે 9 વાગે ધ્વજ ફરકાવી સલામી આપશે.

આ પ્રસંગે 250 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે.  આ વર્ષે કોરોનાના કહેરને  કારણે મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં નથી આવ્યા. પોલીસ દ્વારા માત્ર સલામી આપવામાં આવશે. ડોગ તેમજ હોર્સ અને પરેડ નહિ યોજવામાં આવે.

કોરોના અંગે કલેકટર  સંદેશ આપતા જણાવ્યું હતું કે, આવા સમયે લોકો એ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન કડક રીતે કરે, લોકો એ ભેગા ના થવું જોઈએ. સાવચેતી રાખી બહાર નીકળવું જોઈએ.

વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.