Vadodra News : વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ના અધિકારીઓને માહિતી મળી હતી કે કાપુરાઈ માં વાઘોડીયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મ આવાસ યોજનાના બ્લોક નંબર 4, મકાન નંબર-3માં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. માહિતીને આધારે SMCના અધિકારીઓએ અહીં દરોડો પાડ્યો હતો. જેમાં મકાનમાંથી રૂ.9,06,900 ની કિંમતની 3348 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
તે સિવાય પોલીસે 9 મોબાઈલ, 3 વાહનો અને રોકડ રકમ મળીને કુલ રૂ. 15,58,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે દારૂની ગાડી મંગાવનારા અને વેચનારા નુ્મ આવાસમાં રહેતા ભાવેશ સી.રાજપુત, નિરવ બી.પટેલ, ડ્રાઈવર કેતન જે.રાઠોડ, દારૂ લેવા આવનાર ગ્રાહક આતીશ વી.ઠાકોર અને જયેશ આઈ કહારની ધરપકડ કરી હતી. જ્યારે છ આરોપી ફરાર છે જેમની પોલીસ શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ગેરકાયદે ફટાકડાનું વેચણ અને સંગ્રહ કરતા પાંચ શખ્સો ઝડપાયા, 47.77 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: ફટાકડા વિક્રેતાઓએ ફરજિયાત લેવું પડશે ફાયર NOC, ફટાકડાના વેચાણ માટે નિયમો પાળવા જરૂરી
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેરકાયદેસર બંધ મકાનમાં ફટાકડા બનાવતા વિસ્ફોટ, 2ના મોત અને 3 ઘાયલ