- વડોદરા SBIની મેઇન બ્રાન્ચમાં કોરોના વિસ્ફોટ
- મેનજર સહિત 15 કર્મચારીઓ કોરોના સંક્રમિત
- માંડવીની મેઈન બ્રાન્ચની રૂટિન કામગીરી બંધ
- આવશ્યક સેવાઓ જ ઓફલાઈન રહેશે
- બાકીના કામ ડિજિટલ કરવાનું બોર્ડ મરાયું
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિનપ્રતિ દિન વધતાં જઈ રહ્યા છે. આ વાયરસ દરેક વ્યક્તિની પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. ત્યારે આવામાં વડોદરામાં માંડવી સ્થિત SBIની મેઈન બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. બેંકમાં મેનજર સહિત 15 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. આથી માંડવી સ્થિત મેઈન બ્રાંચની રૂટિન કામગીરીને મોટી અસરો પડી રહી છે. આવશ્યક સેવાઓ પણ ઓફલાઈન જ રહેશે. એ સિવાય બેંકમાં બાકીનાં કામ ડિજિટલ કરવાનું બોર્ડ મારી દેવાયું છે.
આ પણ વાંચો :સોખડા સ્વામિનારાયણ મંદિર સંતો પહોંચ્યા પોલીસ સ્ટેશન, કોરોના ટેસ્ટ બાદ કરશે ધરપકડ
વડોદરા શહેરમાં કોરોના ના દર્દીઓ ની સંખ્યામાં એક હજારથી વધુ દર્દી કોરોના ગ્રસ્ત જાહેર થાય છે જ્યારે 3000થી વધુ દર્દી ઘરે રહી હોમ આઇસોલેટ થઈ ડોક્ટરની સારવાર મેળવી રહ્યા છે એટલે અંદાજે ચાર હજારથી વધુ દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 17119 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 5998માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક માં3563 નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1539 કેસ, રાજકોટમાં1336 ,વલસાડમાં 310કેસ, ગાંધીનગરમાં 409કેસ, ભરૂચમાં 206કેસ, સુરત ગ્રામ્યમાં 423,કેસ, ભાવનગરમાં 399કેસનોંધાયા છે,જામનગરમાં 252,, કચ્છમાં કેસ 175 નોંધાયા છે.
આ પણ વાંચો :કચ્છમાં પેરાગ્લાડિંગ કરતો યુવાન પટકાયો, સેફટીના સાધનો ન હોવાથી સર્જાઈ દુર્ઘટના
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી 7883 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 79600કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી10 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 9,65,375સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,66,338પહોંચી ગઇ છે.
આ પણ વાંચો : હળવદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો :સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાં લાગી આગ,એકનું મોત
આ પણ વાંચો :વાગરા તાલુકાના મુલેર ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ગેસ લાઈનમાં આગથી દોડધામ