મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે ધારાવીની એક ઝૂંપડપટ્ટીમાં એલપીજી સિલિન્ડર ફાટ્યું હતું, જેના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી પાંચની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત રવિવારે બપોરે શાહૂ નગર વિસ્તારમાં થયો હતો. ઘાયલોને નજીકની ઝીઓન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી ચાલુ છે.
Maharashtra: At least five people injured in a cylinder blast in Dharavi, Mumbai; the injured rushed to Sion Hospital
— ANI (@ANI) August 29, 2021
ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડર ફાટતાં 15 લોકો ઘાયલ થયાં છે અને તેમાં પણ સૈાથી વધારે પાંચ લોકો ગંભીર થયા છે તેમની હાલત અતિ નાજુક બતાવવામાં આવી રહી છે. ગેસ સિલિન્ડર કેવી રીતે ફાટયું તે જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચ્યા બાદ આગને નિયંત્રણ કરવા માટે કાર્યરત છે.