New Delhi News/ સોનમ વાંગચુક સહિત 150 પદયાત્રીઓની કરાઈ અટકાયત, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

દરમિયાન તે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ, મનાલી, કુલ્લુ, મંડી, ચંદીગઢ થઈને દિલ્હી સરહદે પહોંચ્યા હતા.

Top Stories India Breaking News
Image 2024 10 01T104320.942 સોનમ વાંગચુક સહિત 150 પદયાત્રીઓની કરાઈ અટકાયત, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

New Delhi News: સામાજીક (પર્યાવરણ)કાર્યકર્તા (Social Activist) સોનમ વાંગચુક (Sonam Wangchuk) સહિત લદ્દાખના અંદાજે 150 લોકોને દિલ્હી પોલીસે સોમવારે રાત્રે સિંઘુ બોર્ડર પરથી અટકાયતમાં લીધા હતા. વાંગચુક કેન્દ્રશાસિત પ્રદેશને છઠ્ઠી અનુસૂચિનો દરજ્જો આપવાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોનમ વાંગચુકની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે શું ખેડૂતોની જેમ આ ચક્ર પણ તૂટી જશે અને તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.

સોનમ વાંગચુક 700 કિલોમીટર લાંબી ‘દિલ્લી ચલો પદયાત્રા’ દરમિયાન હરિયાણાથી દિલ્હીમાં પ્રવેશતા જ પોલીસે તેને રોકી હતી. તેમની સાથે લદ્દાખના લગભગ 150 પદયાત્રીઓ પણ વિરોધ કરવા દિલ્હી તરફ આવી રહ્યા હતા. માર્ચને રોકવા માટે સોમવાર સાંજથી જ સિંઘુ બોર્ડર પર સેંકડો જિલ્લા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. નોર્થ-આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી રવિ કુમાર સિંહે કહ્યું કે દિલ્હીમાં કલમ 163 લાગુ છે. બધા એકસાથે દિલ્હીની સરહદોમાં પ્રવેશી રહ્યા હતા.

જ્યારે કલમ 163 લાગુ કરવામાં આવે છે, ત્યારે પાંચ કે તેથી વધુ લોકો એકસાથે ભેગા થઈ શકતા નથી. પોલીસે સોનમ સહિત કુલ 126 લોકોની અટકાયત કરી છે. આ તમામને દિલ્હી પોલીસના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

March by men and women from Ladakh stopped at Delhi border - The Hindu

સોનમ વાંગચુક કેમ કરી રહ્યા છે વિરોધ?

સોનમ વાંગચુક 1 સપ્ટેમ્બરના રોજ લગભગ 130 લોકો સાથે લદ્દાખથી નીકળ્યા હતા. દરમિયાન તે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ, મનાલી, કુલ્લુ, મંડી, ચંદીગઢ થઈને દિલ્હી સરહદે પહોંચ્યા હતા. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની સતત માગ કરી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:થ્રી ઇડિયટ્સ ફિલ્મથી પ્રચલિત સોનમ વાંગચુકે સેનાના જવાનો માટે બનાવ્યો ખાસ  ટેન્ટ, લોહી જામતી ઠંડીમાં પણ આપશે ગરમી

આ પણ વાંચો:કેન્દ્ર સરકારે સંસદીય સમિતિની કરી રચના, અનુરાગ ઠાકુર, કંગના, રાહુલ ગાંધી અને શશિ થરૂર પણ સામેલ

આ પણ વાંચો:રાહુલ ગાંધીને ભાજપના નેતાની મોતની ધમકી, કોંગ્રેસ નેતા અજય માકને કરી પોલીસ ફરિયાદ