Not Set/ સુરેન્દ્રનગરમાં ૧૨૮૦ લીટર બાયોડીઝલ ઝડપાયું, લાખોનું મુદામાલ જપ્ત

જોરાવરનગર ખાતે આવેલા રહેણાંક મકાનમાંથી 1280 લીટર બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો

Gujarat
IMG 20210806 WA0041 સુરેન્દ્રનગરમાં ૧૨૮૦ લીટર બાયોડીઝલ ઝડપાયું, લાખોનું મુદામાલ જપ્ત

@ સચીન પીઠવા, સુરેન્દ્રનગર , મંતવ્ય ન્યુઝ.

સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા : રૂ. 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત

– જોરાવરનગર ખાતે આવેલા રહેણાંક મકાનમાંથી 1280 લીટર બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો

 

સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા પાડતા અફડાતફડી મચી જવા પામી હતી. સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલા રહેણાંક મકાનમાંથી પુરવઠા વિભાગ અને જોરાવરનગર પોલીસ દ્વારા 1280 લીટર બાયો ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

IMG 20210806 WA0042 સુરેન્દ્રનગરમાં ૧૨૮૦ લીટર બાયોડીઝલ ઝડપાયું, લાખોનું મુદામાલ જપ્ત

પાછલા કેટલાક સમયથી ગેરકાયદેસર બાયો ડીઝલનો વેપલો મોટા પાયે ધમધમી રહ્યોં છે. જેમાં તાજેતરમાં પુરવઠા વિભાગ અને પોલિસ વિભાગે દરોડો પાડી લાખો રૂ.નો મુદામાલ ઝબ્બે કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા પાડતા અફડાતફડી મચી જવા પામી હતી. સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલા રહેણાંક મકાનમાંથી પુરવઠા વિભાગ અને જોરાવરનગર પોલીસ દ્વારા 1280 લીટર બાયો ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં કુલ રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો. મધરાત્રે પુરવઠા અધિકારી, સીટી મામલતદાર, જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઈ સહિતના કાફલાએ બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા પાડતા ગેરકાયદેસર બાયો ડીઝલનો વેપલો કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.