જમ્મુમાં સુરક્ષા દળોએ આગમચેતી વાપરીને આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. અહીં બસ સ્ટેન્ડ નજીકની બસમાંથી 15 કિલો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા છે. આ વિસ્ફોટક એક બેગમાં ભરેલા હતા. કઠુઆનાં બિલાવર ખાતે બસ કંડક્ટરને બેગ આપવામાં આવી હતી. આ વર્ષે માર્ચમાં જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો થયો હતો.
જમ્મુ બસ સ્ટેન્ડ નજીક બસમાંથી 15 કિલો વિસ્ફોટકો ભરેલી બેગ મળી આવી છે. રાજ્યમાં સુરક્ષા દળોએ મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. ભૂતકાળમાં જમ્મુના બસ સ્ટેન્ડ્સ આતંકવાદીઓના નિશાના પર રહ્યા છે અને સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ બસ સ્ટેન્ડ નજીક એક બસમાંથી આશરે 15 કિલો વિસ્ફોટકો શોધીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. બેગ કઠુઆ જિલ્લાના બિલાવર તાલુકથી બસના કંડક્ટર ને આપવામાં આવી હતી.
હાલમાં સુરક્ષા દળોએ વિસ્ફોટકો મેળવ્યાં છે. મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી રહી છે. એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બસમાં શંકાસ્પદ માલની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ જમ્મુ બસ સ્ટેન્ડ નજીક બસ રોકી હતી અને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિસ્ફોટકોથી ભરેલી બેગ મળી આવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ જમ્મુ બસ સ્ટેન્ડ પર આતંકવાદીઓ તેમની કાવતરું ઘડી રહ્યા છે. આ વર્ષે 7 માર્ચે આતંકવાદીઓએ જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મૃતકના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયા અને દરેક ઈજાગ્રસ્તોને 20,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો :પાકિસ્તાને ફરી એકવાર કર્યો યુદ્ધવિરામનો ભંગ, ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.