Gujarat News : સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓ વડ઼ોદરામાં દારૂની હેરાફેરી કરતા ચાર વાહનો કબજે કરી 16.74 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગર સહિત બે શખ્સોનીધરપકડ કરીને ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
એસએમસીના અધિકારીઓ માહિતીને આધારે વડોદરામાં પ્રતાપનગરથી ડભોઈ જતા રોડ પર શાંતિનનગર-2 પાસે જાળ બિછાવી હતી. જેમાં ચાર વાહનોમાંથી રૂ. 1,12,725 ના દારૂના જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં કુલ રૂ. 16,74,225 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં વોન્ટેડ બુટલેગર પ્રશાંત આર.જાદવ તથા હેલ્પર રવિ એન.કુકડેજાની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. ફરાર આરોપીઓમાં દારૂનો જથ્થો મોકલનાર, દારૂનું કટીંગ કરનાર તથા વાહનોનું પાયલોટીંગ કરનારાઓનો સમાવેશ થાય છે.
આ કેસની વધુ તપાસ પીણીગેટ પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….