Vadodra News : વડોદરાના પાદરામાં વેસ્ટર્ન કંપનીની પાછળ લીંબુની વાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જુગાર રમતા 16 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 97,785 રૂપિયા રોકડા, 16 મોબાઈલ એક વાહન લગેરે મળીને કુલ રૂ. 2,48,285 નો મદ્દામાલ કબજે કર્યો હતો.
જોકે સાત આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. તમામ આરોપીઓને પાદરા પોલીસ સ્ટેશનને સોંપી દેવાયા હતા. આગળની કાર્યવાહી પાદરા પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર
આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ
આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી