Gandhinagar News: દેશના વડાપ્રધાન 15 સપ્ટેમ્બરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદીના પ્રવાસના કારણે રાજ્યમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે ગુજરાત આવી પહોંચશે. તારીખ 16 સપ્ટેમ્બરે ગાંધીનગરના મહાત્મા મંદિરથી ગ્લોબલ રી ઈન્વેસ્ટ સમિટનું ઉદ્ધાટન કરશે. કાર્યક્રમમાં દેશ અને વિદેશથી ડેલિગેશન અને ઉદ્યોગકારો મહાત્મા મંદિરમાં આવશે.
16 સપ્ટેમ્બરે PM મોદીના કાર્યક્રમને લીધે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. મહાત્મા મંદિર પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહાત્મા મંદિરની આસપાસ પોલીસે ચેંકિંગ હાથ ધર્યુ હતું. સાથે કાર્યક્રમ સ્થળ તરફ આવનાર તમામ માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપનારા લોકો માટે અલગથી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી સાથે તમામ વ્યવસ્થાઓને કરી દેવામાં આવી છે. મહાત્મા મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, CM ભૂપેન્દ્ર પટેલના સહિતના નેતાઓ હાજરી આપશે..
ગ્લોબલ રી ઈન્વેસ્ટ સમિટમાં 140 દેશોના 25 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ગ્રીન હાઈડ્રોજનની ભૂમિકાને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: ઇન્વેસ્ટર સમિટ માટે 32 અધિકારીઓની નિમણૂક
આ પણ વાંચો: વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચાના છેલ્લા દિવસે નાણામંત્રીએ કહી મહત્વની વાત
આ પણ વાંચો: જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો