@અમિત રૂપાપરા
સુરતમાં નવરાત્રી દરમિયાન વેસુ વીઆઈપી રોડ પર હિન્દુ સંગઠનના કાર્યકર્તા દ્વારા તેના મિત્ર સાથે 11 જેટલી કાર રસ્તા પર બેફામ ગતિએ ચલાવી લોકોને અડચણરૂપ બને તે પ્રકારે કારમાં સ્ટંટ કરી રીલ્સ બનાવી હતી. આ રિલ્સના વીડિયો વાયરલ થયા બાદ ખટોદરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કુલ 17 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત નબીરાઓએ રિલ્સ બનાવવામાં ઉપયોગમાં લીધેલી 11 કાર જપ્ત કરી છે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે યુવાનો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા માટે અને ફેમસ થવા માટે કંઈ પણ કરી બેસે છે. ત્યારે નવરાત્રી સમયે સુરતમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાએ પોતાના કેટલાક મિત્રો સાથે વેસુ વીઆઈપી રોડ પર 11 જેટલી વૈભવી કાર સાથે સ્ટંટ કરતાં વિડીયો બનાવ્યો હતો. આ રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
આ નબીરાઓએ રિલ્સ બનાવવા માટે એક બ્રિજ પર 10થી 11 જેટલી કાર ઉભી રાખી દીધી હતી અને ટ્રાફિક જામ પણ કર્યો હતો. એટલે કે રિલ્સ બનાવવામાં સામાન્ય લોકોન મુશ્કેલીમાં મૂક્યા હતા. આ વાત પોલીસના ધ્યાને આવતા ખટોદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે 30 જેટલા નબીરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ થયા બાદ ખટોદરા પોલીસે પહેલા 6 અને ત્યારબાદ 11 આમ કુલ 17 જેટલા નબીરાઓની ધરપકડ કરી છે અને આ નબીરાઓ પાસેથી 11 જેટલી વૈભવી કાર કબજે કરવામાં આવી છે. આ 11 કારમાં kia, scorpio, fortuner, that, breza, baheno અને creata સહિતની કારનો સમાવેશ થાય છે.
મહત્વની વાત છે કે અગાઉ પણ સુરત શહેર પોલીસ દ્વારા આ પ્રકારે રિલ્સ બનાવતા નબીરાઓ સામે કાર્યવાહી કરી છે અને ફરી એક વખત રિલ્સ બનાવવામાં લોકોને અગવડતા ઉભી કરનારા 17 જેટલા નબીરા સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 11 કાર જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:Murder/રાજકોટમાં લુખ્ખાતત્વો બેફામ, પૈસાની લેતી દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
આ પણ વાંચો:વતન પ્રેમ/પીએમના આગમનને લઈને તડામાર તૈયારી, જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા
આ પણ વાંચો:Heart Attack/રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો