છ મુદ્દાઓની રજૂઆત મામલે તપાસ બાદ ત્રણમાં દોષિત ઠરતા ચેરમેન સહિત 17 સભ્યોની સમિતિ પણ સુપરસીડ
સવારે વહીવટદારે ચાર્જ લીધો,બપોરે હુકમને પડકારતાં સાંજે હાઈકોર્ટે સરકારને નોટિસ આપી,27મીએ સુનાવણી
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્રારા સત્તાના દુરૂપયોગ અંગે વેપારીઓએ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ગાંધીનગરમાં રજૂઆત કરાતાં તપાસના અંતે દોષિત ઠરાવી ચેરમેન સહિત ૧૭ સભ્યોની સમિતિને સરકાર દ્વારા સુપરસીડ કરી દેવાઇ છે. જીલ્લા રજિસ્ટ્રારે વહીવટદાર તરીકે શુક્વારે ચાર્જ સંભાળ્યો હતો. જેને પગલે ચેરમેન વિરોધીઓ દ્વારા આતશબાજી કરી એકબીજાના મોંઢા મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી . દરમ્યાન પદચ્યુત ચેરમેન દશરથભાઇ પટેલે સરકારના હુકમને હાઇકોર્ટમાં પડકારતાં તેની સુનાવણી કરાઇ હતી. અને 27 નવેમ્બરે આગામી સુનાવણી રાખી સરકારને નોટીસ ઇસ્યુ કરી હતી. માર્કેટયાર્ડ ખાતે 25-10 -2017 માં દશરથ જેઠાલાલ પટેલ ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
પણ નવા નિયમો અને સુધારા મામલે વેપારીઓ વચ્ચે વિરોધાભાસ ઉભો થતાં વેપારી બબલદાસ પટેલ અને શાકમાર્કેટ એસોસિએશન પ્રમુખ મનોજ પટેલે વિવિધ છ જેટલા મુદ્દાઓમાં ગેરરિતીઓ થતી હોવાના આક્ષેપો સાથે ફરીયાદ કરી હતી જેમાં શુક્રવારે નાયબ સચિવ દ્વારા ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963ની કલમ 46 (1) મુજબ બજાર સમિતિને દૂર કરવાનો આખરી હુકમ કરાયો હતો.
વેપારીઓના ધંધાને પણ મોટી અસર પહોંચી હતી
ફરિયાદી બબલદાસ પટેલે જણાવ્યું કે ચેરમેને માર્કેટમાં વેપારીઓના વાહન પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્ટીનમાં બાંધકામ તેમજ દુકાનની ટ્રાન્સફર ફી વધારાતાં વેપારીઓના ધંધાને મોટી અસર પહોંચી હતી.
સરમુખત્યારશાહીનો અંત આવ્યો
વેપારી અને ભાજપાના અગ્રણી મનોજ પટેલે જણાવ્યું કે શાકમાર્કેટમાં નિયમ વિરુદ્ધ તમાકુનો શેડ બનાવ્યો હતો. શેષમાં વધારો કર્યો હતો.ચેરમેનના સરમુખત્યારશાહી શાસનનો અંત આવતા અમને ખુશી છે.
અમારા શાશનમાં કશું ખોટું થયું નથી : રાજકારણ ચાલ્યું છે : ડી.જે.
પદચ્યુત ચેરમેન ડી.જે.પટેલે કહ્યું કે સેસની ચોરી અમે અટકાવી હતી. ટ્રાફિક ,લાઈટ, સ્વચ્છતા નક્કર પગલાં ભર્યા હતા. વેપારી એસો.ના કહેવાથી એસી કેન્ટીન અને અંડર ગ્રાઉન્ડ ગટર બનાવી છે. માર્કેટયાર્ડની શેષની આવકમાં 3 કરોડનો વધારો થયો છે. સરકારના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટે આજે જ સુનાવણી કરી 27 નવેમ્બરની મુદત આપી સરકારને હાજર રહેવા નોટીશ છોડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.