Daler Mehndi Case: પંજાબી ગાયક દલેર મહેંદીને માનવ તસ્કરી કેસમાં મોટો આંચકો લાગ્યો છે. પટિયાલા કોર્ટના એડિશનલ સેશન્સ જજ દ્વારા દલેર મહેંદીની 2 વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. સદર પટિયાલા પોલીસ સ્ટેશનની પોલીસે દલેર મહેંદી વિરુદ્ધ 498 એફ.આઈ.આર. વર્ષ 2003 માં નોંધાયેલ છે. દલેર મહેંદીને નીચલી અદાલતે 2 વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ મહેંદીએ તેના વકીલ મારફતે એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
તમને જણાવી દઈએ કે આ કેસ 2003નો છે અને કેસનો નિર્ણય 15 વર્ષ પછી આવ્યો હતો. માનવ તસ્કરી કેસમાં દલેર મેહંગીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. આરોપ છે કે દલેર મહેંદી અને તેનો ભાઈ શમશેર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલીને મોટી રકમ લેતા હતા. આ કેસમાં દલેર મહેંદી અને તેના ભાઈ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધાયા હતા. પ્રથમ કેસ 2003 માં યુએસમાં નોંધાયો હતો, કારણ કે મોટાભાગના લોકોને યુએસમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: છોટાઉદેપુર/ બોડેલી કબ્રસ્તાનમાં ભારે નુકસાન | 100થી વધુ કબર પાણીમાં તણાઇ | તંત્રની બેદકારીથી ફરી લાગણી દુભાઈ
આ પણ વાંચો: ગુજરાત/ જુલાઈમાં જળબંબાકાર વરસાદ | રાજ્ય સરકારની આયોજનબદ્ધ કામગીરી | નુકશાન પર નિયંત્રણ | રાજયમાં રાહત
આ પણ વાંચો: Cricket/ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલી ટીમની બહાર તેમજ…