Not Set/ સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

સચિન પીથવા , સુરેન્દ્રનગર ,મંતવ્ય ન્યુઝ સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી 200 મહિલાઓએ ઉનાળા દરમિયાન 3100 મણ લીંબોળી એકત્ર કરી   પાટડીના દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના સહયોગથી પાટડી તાલુકાના 15 ગામોની 200 જેટલી મહિલાઓ આખા વર્ષના માત્ર ઉનાળાના ત્રણ મહિનામાં જ 3100 મણ લીંબોળી એકત્ર કરી 5,07,200 […]

Gujarat
IMG 20210622 WA0069 સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

સચિન પીથવા , સુરેન્દ્રનગર ,મંતવ્ય ન્યુઝ

સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

200 મહિલાઓએ ઉનાળા દરમિયાન 3100 મણ લીંબોળી એકત્ર કરી

 

પાટડીના દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના સહયોગથી પાટડી તાલુકાના 15 ગામોની 200 જેટલી મહિલાઓ આખા વર્ષના માત્ર ઉનાળાના ત્રણ મહિનામાં જ 3100 મણ લીંબોળી એકત્ર કરી 5,07,200 રૂ.ની કમાણી કરી હતી. રણકાંઠાની મહિલાઓ દ્વારા સૂકવેલી આ લીંબોળી સાત સમંદર પાર દુબઇ,કુવૈત સહિત અરબના દેશોમાં પહોંચી છે.

IMG 20210622 WA0068 સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ઉક્તિને રણકાંઠાની મહિલાઓએ સાર્થક કરી બતાવી છે. આજે મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની નામના મેળવી રહી છે. રણકાંઠાની મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા દર્શક મહિલા આજીવિકા પુન: સ્થાપના કાર્યક્રમ અંતર્ગત પાટડી તાલુકાના વાલેવડા, મેરા, બુબવાણા, એરવાડા અને નાવીયાણી સહિતના આજુબાજુના 15 ગામોંની અંદાજે 200 જેટલી મહિલાઓએ ઉનાળુ વેકેશનના એપ્રિલ, મે અને જૂન માસમાં ગામે ગામના લીમડાના ઝાડે ફરી કુલ 3100 મણ લીંબોળી એકત્ર કરાવી રૂ. 5,07,200ની વિક્રમજનક કમાણી કરી નામના મેળવી છે.

IMG 20210622 WA0070 scaled સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

જેમાં બનાસકાંઠાના ભાભરના સ્થાનિક વેપારીઓના સહકારથી રણકાંઠાની મહિલાઓએ એકત્ર કરેલી લીંબોળી વેચવામાં સફળતા મેળવી હતી અને ગરીબ મહિલાઓને રોજગાર આપવાના પરિમલભાઇ દેસાઇએ મૈત્રી ટ્રસ્ટ દ્વારા બહેનો પાસેથી રોકડ ભાવ આપી લીંબોળી ખરીદવા એક લાખ રૂ.ની વગર વ્યાજની લોન આપી રણકાંઠાની મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ લીંબોળી રાસાયણિક ખાતરમાં, ગૃહ ઉદ્યોગમાં સાબુ અને શેમ્પુ બનાવવામાં અને પ્રેસ્ટીસાઇડ બનાવવામાં ખુબ ઉપયોગી બને છે.

 

લીંબોળીનું તેલ અરબ દેશોમાં જાય છે

આ અંગે પાટડી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના જયેશભાઇ રાવલે જણાવ્યું કે, 20 કિલો લીંબોળી સુકવ્યા બાદ અઢીથી ત્રણ કિલો ઘટીને 17 થી 17.5 મણ થઇ જાય છે. આ લીંબોળીનું તેલ દુબઇ, કુવૈત સહિતના અરબના દેશોમાં જાય છે.

 

મહિલાઓને 20 કિલો લીંબોળીના 160 રૂપિયા મળ્યા

ઉનાળ‍ા વેકેશનમાં કે જ્યારે કોઇ જ મજૂરી કામ હોતું નથી એ સમયે એપ્રિલ, મે અને જૂન માસમાં અમેં ગામડે ગામડે ફરી લિંબડાના ઝાડ પરથી લીંબોળી એકત્ર કરી અને સુકવીને રૂ. 160 લેખે મણના ભાવે વેચીને સારી કમાણી કરી હતી.