Not Set/ 2011 વિશ્વકપનાં હીરો યુવરાજ સિંહે ક્રિકેટ જગતથી લીધુ સન્યાસ

યુવરાજ સિંહે 2011નાં વિશ્વકપમાં પોતાના ઓલરાઉન્ડર પરફોર્મન્સની મદદથી ટીમ ઈંન્ડિયાને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આજ રોજ સાઉથ મુંબઇની હોટલમાં પ્રેસ કોન્ફરંન્સ કરી હતી. જેમા તેણે પોતાના રાજીનામાની અટકળોને સાચી બતાવતા ક્રિકેટ જગતને અલવિદા કહી દીધુ છે. યુવરાજ સિંહનાં સન્યાસથી ક્રિકેટ જગતનાં ઘણા લોકોને ઝાટકો લાગ્યો છે. Yuvraj Singh: After 25 years […]

Top Stories Sports
portraits 2018 laureus world sports awards monaco e14fae12 8ad9 11e9 ab40 33c30d629efb 2011 વિશ્વકપનાં હીરો યુવરાજ સિંહે ક્રિકેટ જગતથી લીધુ સન્યાસ

યુવરાજ સિંહે 2011નાં વિશ્વકપમાં પોતાના ઓલરાઉન્ડર પરફોર્મન્સની મદદથી ટીમ ઈંન્ડિયાને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આજ રોજ સાઉથ મુંબઇની હોટલમાં પ્રેસ કોન્ફરંન્સ કરી હતી. જેમા તેણે પોતાના રાજીનામાની અટકળોને સાચી બતાવતા ક્રિકેટ જગતને અલવિદા કહી દીધુ છે. યુવરાજ સિંહનાં સન્યાસથી ક્રિકેટ જગતનાં ઘણા લોકોને ઝાટકો લાગ્યો છે.

યુવરાજ સિંહે આ પહેલા પત્રકારોને મુંબઈની એક હોટલમાં આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ બાદથી જ અટકળો તેજ થઈ ગઈ હતી અને મનાતું હતું કે તે નિવૃત્તિ જાહેર કરી શકે છે. આપને જણાવી દઇએ કે, BCCIનાં એક સિનિયર અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે વિચારી રહ્યો છે. યુવરાજ BCCI સાથે જીટી-20 (કેનેડા) અને આયર્લેન્ડ તેમજ હોલેન્ડમાં યુરો ટી-૨૦ લીગમાં રમવા અંગે સ્પષ્ટતા કરવા ઇચ્છે છે, કારણ કે આ લીગમાં રમવા માટે યુવીને ઓફર મળી રહી છે. યુવરાજ આ વર્ષે IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો, પરંતુ  બહુ ઓછી મેચમાં તેને રમવાની તક મળી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વકપ 2011માં ટીમ ઈન્ડિયાની જીતમાં યુવરાજ સિંહનો મહત્વનો ફાળો રહ્યો હતો.

167813 yuvraj singh 2011 વિશ્વકપનાં હીરો યુવરાજ સિંહે ક્રિકેટ જગતથી લીધુ સન્યાસ

યુવરાજ સિંહ આઇપીએલમાં કઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. એક એવો ખેલાડી કે જેણે પહેલા T20 વિશ્વકપમાં પોતાની તોફાની બેટિંગથી સ્ટુઅર્ટ બ્રોડને હલાવી દીધો હતો. તે એક માત્ર ખેલાડી છે કે જેણે T20 વિશ્વકપમાં 6 બોલમાં 6 છક્કા માર્યા હોય.

Yuvraj bat d 2011 વિશ્વકપનાં હીરો યુવરાજ સિંહે ક્રિકેટ જગતથી લીધુ સન્યાસ

યુવરાજ આ વર્ષે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી રમ્યો હતો પરંતુ મોટા ભાગે તેને તક મળી નથી આથી તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાંક લોોકનું માનવું છે કે જો ઝાહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ દુબઇમાં ટી10 લીગનો હિસ્સો બની શકે છે તો પછી યુવરાજને સ્વીકૃતિ કેમ ના મળી શકે.

ઇરફાન પઠાણે તાજેતરમાં જ કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં પોતાનું આપ્યું હતું. પરંતુ તેઓ હજુ પણ સક્રિય પ્રથમ શ્રેણી ખેલાડી છે અને તેમણે બીસીસીઆઈમાંથી સ્વીકૃતિ નથી લીધી. બીસીસીઆઈના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પાછું લેવાનું કહ્યું છે. જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જોવો પડશે. જો આ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ પણ લે તો પણ બીસીસીઆઈની અંતર્ગત રજીસ્ટર્ડ સક્રિય ટી20 ખેલાડી બની શકે છે.