Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક ઇમારતના એક માળે શુક્રવારે રાત્રે 10:30 થી 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમોએ તમામ લોકોને બચાવી લીધા હતા.
‘ઈસ્કોન પ્લેટિનમ’માં ભીષણ આગ: માહિતી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક ઈમારત ‘ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગ’ના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ 22માં માળ સુધી પહોંચી હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો અને 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ. ફાયર વિભાગ દ્વારા મોટી કોલની જાહેરાત કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે બારીઓ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના દરમિયાન 15 થી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જે આગના સમયે બિલ્ડિંગમાં હતા. જેમાંથી 3 લોકોને શ્વાસ રૂંધાવાથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આગનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ શહેરમાં મોટી સંખ્યામાં ફટાકડા ફોડવાના કારણે દિવાળીના દિવસે આગ લાગી હતી. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગની બી વિંગમાં 9મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. 10 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા, એમ્બ્યુલન્સ પણ ઈસ્કોન પ્લેટિનમ પહોંચી. ફાયર વિભાગ દ્વારા મોટી કોલ જાહેર કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે બારીઓ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગનું કારણ ફટાકડા હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં બોપલમાં વધુ એક હત્યા, સીનિયર સિટિઝનનું માથું છૂંદી નંખાયું
આ પણ વાંચો:અમદાવાદમાં હોટેલના ભાવ આકાશને કેમ આંબ્યા?
આ પણ વાંચો:અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત, કાર બ્રિજ પરથી નીચે ખાબકતા ચારનાં મોત