સુરત શહેરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 125 કેસ નોધાવવા પામ્યા છે. જેમાં ટેક્સટાઈલ માર્કેટમાં મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. જે ટેસ્ટિંગ દરમીયાન 22 જેટલા પોજિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્ષટાઈક માર્કેટમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 125 કેસો નોધાવવા પામ્યા છે. કોર્પોરેશન દ્વારા ટેક્ષટાઈલ માર્કેટમાં વેપારીઓ તેમજ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 22 લોકો કોરોના પોજીટીવ આવવા પામ્યા હતા. જેમાથી 15 વેપારીઓ કોરોના પોજીટીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે કોર્પોરેશન દ્વારા કોવીડના નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કોર્પોરેશન દ્વારા ચુસ્ત SOP નું પાલન થાય તે માટેની તજ્વીજ હાથ ધરી છે.