રામ મંદિર/ અયોધ્યા રામ મંદિર : 22મી જાન્યુઆરીનો દિવસ દેશ માટે ખાસ, ફ્લાઇટ ટિકિટ અને હોટેલના ભાડામાં ધરખમ વધારો

22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને ફ્લાઈટના ભાડા આસમાને છે.

Top Stories India
Mantay 16 1 અયોધ્યા રામ મંદિર : 22મી જાન્યુઆરીનો દિવસ દેશ માટે ખાસ, ફ્લાઇટ ટિકિટ અને હોટેલના ભાડામાં ધરખમ વધારો

22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને ફ્લાઈટના ભાડા આસમાને છે… દેશભરમાંથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફ્લાઇટ ટિકિટમાં 400 ટકાનો વધારો થયો છે. બેંગ્લોરથી અયોધ્યાનું ભાડું 24,000 રૂપિયાને વટાવી ગયું છે. IRCTCની વેબસાઈટ અનુસાર, 20 જાન્યુઆરીએ બેંગ્લોરથી અયોધ્યાનું ભાડું 22925 રૂપિયા છે. તે જ સમયે, 21 તારીખે ફ્લાઇટનું ભાડું 24282 રૂપિયા છે.

શનિવાર, 20 જાન્યુઆરી અને રવિવાર, 21 જાન્યુઆરીની બેંગલુરુ-અયોધ્યા એર ટિકિટ સૌથી મોંઘી છે. હાલમાં બેંગલુરુ અને અયોધ્યા વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી. એર ઈન્ડિયા એક્સપ્રેસ 17 જાન્યુઆરીથી દર સોમવાર, બુધવાર અને ગુરુવારે અઠવાડિયામાં ત્રણ વખત સીધી ફ્લાઈટ ચલાવશે.

Cap 2 1 અયોધ્યા રામ મંદિર : 22મી જાન્યુઆરીનો દિવસ દેશ માટે ખાસ, ફ્લાઇટ ટિકિટ અને હોટેલના ભાડામાં ધરખમ વધારો

વર્ષો બાદ પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું હોવાથી રામભક્તો આતુરતાથી આ ક્ષણની રાહ જોઇ રહ્યા છે કે ક્યારે તેમને આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થાય. ગુજરાતમાં પણ દરેક ખૂણે રામમય વાતાવરણ છે. સરકાર દ્વારા જ્યારે ટ્રેન સેવા અને ફ્લાઇટ સેવા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ભક્તોનો ધસારો સતત વધશે.

અમદાવાદથી અયોધ્યાની ફલાઈટ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ-અયોધ્યાની પહેલી ફ્લાઇટે  ઉડાન ભરી ત્યારે સમગ્ર એરપોર્ટ જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, કેટલાક પ્રવાસીઓ તો જાણે રામલીલામાં પાત્ર ભજવવાના હોય તેમ પોતે જ શ્રીરામ, જાનકી, લક્ષ્મણ, હનુમાનજી સહિતના પાત્રોનો વેશ ધારણ કરીને આવ્યા હતા રામભક્તો માટે ફલાઈટ સુવિધા બાદ રેલવે પ્રધાને ખાસ ‘આસ્થા ટ્રેન’ દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ 10 ફેબ્રુઆરીથી, સુરત-અયોધ્યા-સુરત 10 ફેબ્રુઆરીથી, ભાવનગર-અયોધ્યા-ભાવનગર 9 ફેબ્રુઆરીથી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. સૌથી વહેલી ટ્રેન ઇન્દોર-અયોધ્યા-ઇન્દોરની 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો અવસરે દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે.