Not Set/  કેનેડામાં વડોદરાના 23 વર્ષના યુવકનું મોત, સાસંદ રંજન ભટ્ટ પરિવારને આપી સાંત્વના

કેનેડાના ટોબરમોરીમાં વડોદરાના એક યુવકનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબતા આ યુવકનું મોત થયું હતું.

Gujarat Vadodara
વડોદરાના
  •  કેનેડાના ટોબરમોરીમાં વડોદરાના યુવકનું મૃત્યુ
  • 23 વર્ષિય વિદ્યાર્થીનું કેનેડામાં મૃત્યુ
  • ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબતા મૃત્યુ
  • વારસિયાનો યુવક ગયો હતો કેનેડા
  • અભ્યાસ માટે યુવક કેનેડા ગયો હતો
  • સાસંદ રંજન ભટ્ટ પરિવારને આપી સાંત્વના
  • સાંસદના પ્રયત્નોથી મૃતદેહ લવાશે
  • યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો

કેનેડાના ટોબરમોરીમાં વડોદરાના એક યુવકનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબતા આ યુવકનું મોત થયું હતું. શહેરના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલભાઈ માખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો.

આ પણ વાંચો :દિવાળીના તહેવારોને પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરાઈ

અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો 20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી.  આ દરમિયાન એક મિત્ર યસ કોટડીયા પાણીમાં ઠંડા પાણીમાં ડૂબ્યો હતો પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ પાણીમાં કુદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

આ સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈએ તો જમવાનું પણ છોડી દીધુ હતુ. પરિવારના સમજાવતા તેમણે બે દિવસ બાદ જમવાનું મોંમાં મૂક્યુ હતુ. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. સાંસદ રંજન ભટ્ટે પણ પરિવારને પોતાના દીકરાનો મૃતદેહ જલ્દીમાં જલ્દી મળી જાય તે માટે તમામ પ્રયત્નો કર્યા છે. રાહુલનો મૃતદેહ આજે આવે તેવું અનુમાન છે. નોંધનીય છે કે, રાહુલ આ જાન્યુઆરીમાં જ કેનેડાથી વડોદરા આવ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં ગટરમાં ફટાકડા ફોડવા બાળકોને પડ્યું ભારે, જુઓ આ ભયંકર વીડિયો

વડોદરાના ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો રાહુલ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાની હોવાથી અને અભ્યાસ બાદ પૂર્ણ કક્ષાની નોકરી મળવવાનો હોવાથી ત્રણ વર્ષ આવી ન શકાય એમ પરિવારને જણાવી પરત ગયો હતો.

દિલ્હીમાં કસ્ટમ, હેલ્થ અને કાર્ગોના ક્લિયરન્સને લીધે મૃતદેહ લાવવામાં એક દિવસ બગડતો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે દરમિયાનગીરી કરી તાત્કાલિક કાર્યવાહીનું કહેતાં તા.29મીએ રાહુલનો મૃતદેહ આવી જશે. પરિવારે સાંસદનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો :સુરતમાં વધુ એક નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તરછોડાયુ

આ પણ વાંચો :RMC દ્વારા ખાણીપીણીની બજારમાંથી 81 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

આ પણ વાંચો :રેલવે દ્વારા ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પે. અને ઓખા-સોમનાથ સ્પે.ટ્રેનોમાં થ્રી ટાયર ઇકોનોમી કોચ જોડાશે