ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે આચાર સંહિતા મામલે ચૂંટણી પંચની ખાસ સૂચના છે કે તમામ વાહન ચેકિંગ અને સંહિતાનો પાલન યુસ્તપણે થાય. પોલીસ હાલ વાહન ચેકિંગ કરી રહી છે, જામનગરમાં વાહન ચેકિંગ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓક કારમાંથી 24 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસે આ રકમને જપ્ત કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે એસએસટીની ટીમ દ્વારા વોહરાજીના હજીરા પાસેથી લાખો રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા હતા. એસએસટીના ચેકિંગ દરમિયાન એક સ્વીફ્ટ કારમાંથી 24 લાખ રૂપિયાની રોકડ મળી આવલી હતી. સ્થાનીક તંત્ર અને પોલીસ દ્વારા આ કાર ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .હાલ પોલીસ સઘન પુછપરછ કરી રહી છે.
રાજયમાં ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાવવાની છે, બે તબક્કામાં ચૂંટણી યોજાશએ, રાજકિય પાર્ટીઓ ચૂટંણી જીતવા માટે કામે લાગી ગઇ છે. હાલ ચૂંટણીનો મોસમ ખીલી ઉઠયો છે. .