ગાંધીનગરઃ તમામ પ્રકારની સુખ સુવિધાથી સજ્જ રાજ્યની રાજધાનીમાં વર્ષોથી રેલવે સુવિધાથી વંચિત હતો. જે વહે ભુતકાળ બની જશે. પાટનગરના રેલવે સ્ટેશનને અત્યાધુનિક સુવિધા સજ્જ કરવાના નવીનીકરણ કાર્યનું 9 જાન્યુઆરીએ ભૂમિપૂજન કરાશે. રુપિયા 250 કરોડના ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાશે. જે માટે 9મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે.
રેલવે સ્ટેશન નવીનીકરણ યોજના હેઠળ રેલવે સ્ટેશન પાસે ફાઈવ સ્ટાર હોટેલ નિર્માણ કરાશે. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત વખતે ગાંધીનગર આવતાં પ્રતિનિધિમંડળોને ઉતારો આપવામાં આવશે.
રેલવે સ્ટેશન નવીનીકરણ યોજનાને લઇને પહેલાં જ રુપાણી સરકાર દ્વારા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ-એસપીવી ઝોન જાહેર કરી દેવાયો છે.