અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સીટીની પાસે એક મોટો બોમ્બ ધમાકો થયો છે. જેમાં 26 લોકોના મોત થયા હોવાની ખબર મળી રહી છે અને 18 થી વધુ લોકો ઘાયલ થયા છે.
બુધવારના રોજ કાબુલમાં પીડી-૩માં 26 લોકો માર્યા ગયા છે. જેની પુષ્ટી અફગાનિસ્તાનના પબ્લિક હેલ્થ મંત્રાલયે કરી છે. જયારે પોલીસ ચીફ દાઉદ અમીને કહ્યું કે, 23 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સીટીની બપોરના સમયે બોમ્બ ધમકો થયા હોવાની હાલ જાણકરી મળી છે. જયારે આ પુરા એરિયાને હાલ આર્મી દ્વારા સુરક્ષા કવચમાં ફેરવી નાખવામાં આવ્યું છે અને હાલ આર્મીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.