ભારતીય હવાઇ દળના વિમાનો મંગળવારે, પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારમાં હાજર લોકોએ ખાનગી ન્યુઝ એજન્સીને માહીતી આપી જે તેમની આંખો ધ્વારા જોઈ છે .
સાક્ષીઓના જણાવ્યા મુજબ, ભારતીય હવાઈ દળના હુમલાથી ખૂબ જ ડરી ગયા હતાં, જેમાં સૂઇ ગયેલા લોકોનું ઊંઘ ઊંડારી દીધી હતી.
જાબા ટોપ બાલાકોટના નિવાસી મોહમ્મદ આદિલે કહ્યું કે વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે તેને જોઇને કોઇ પણ વ્યક્તિ ગભરાઇ જાય
તેઓએ કહ્યું, “સવારના ત્રણ વાગ્યાનો સમય હતો, એક ભયંકર અવાજ આવ્યો હતો, એવું લાગ્યું કે ક્હેર આવ્યો, અમે આખી રાત ઊંઘી શક્યા નહીં, પાંચ કે દસ મિનિટ પછી અમને ખબર પડી કે વિસ્ફોટ થયો છે”
આદિલે કહ્યું, કે એકજ સમયે પાંચ વિસ્ફોટ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. પછી થોડી વાર પછી અવાજ આવતો બંધ થઈ ગઇ
“સવારમાં અમે તે જગ્યાએ ગયા જ્યાં મોટા વિસ્ફોટ થયો હતો, ત્યાં મોટા ખાડા પડી ગયા હતા. ઘણાં ઘરોને નુકસાન થયું હતું અને એક વ્યક્તિ જખ્મી પણ દેખાયો હતો.
ભારત સરકારના વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું છે કે આ હુમલામાં માત્ર જૈશ શિબિરનું લક્ષ્ય રખાયો હતો અને ખાસ ધ્યાન લેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો હુમલાનો ભોગના બને.
આ કેમ્પ ગાઢ જંગલોમાં એક ટેકરી પર હતા જે સામાન્ય વસ્તીના વિસ્તારથી ઘણા દૂર છે.
બાલાકોટના બીજા સાક્ષી વાજિદ શાહે કહ્યું કે તેણે પણ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.
તેઓએ કહ્યું, “એવું લાગ્યું કે કોઈ રાઇફલથી ફાયરિંગ કરતું હોય.” વિસ્ફોટનો અવાજ ત્રણ વખત સાંભળ્યો હતો, પછી મૌન પડી ગયું. “