ગુજરાતમાં માર્ગ અકસ્માતના કેસોમાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે,ટ્રાફિકના નિયમો નેવે મૂકતા અકસ્માતના કેસ વધી રહ્યા છે. ભાવનગરમાં વલ્લભીપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા આહીર પરિવારના સભ્યોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના પતિ,પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો આ અકસ્માતમાં 17 વર્ષનો દીકરો બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. એક જ પરિવારના ત્રણના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રાજકોટ હાઇવે પર મોડી રાતે અંધારામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીનો આહીર પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો. હતો. 40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈને સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યા હતા. કારમાં તેમના પત્ની અને બે પુત્રો સવાર હતા. ત્યારે રાજકોટ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સદસ્યોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત થયુ હતું, તો 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.