છત્તીસગઢમાં માર્ગ અકસ્માતમાં પશ્ચિમ બંગાળના 3 મજૂરોના મોત થયા છે. ધમતારી જિલ્લામાં બ્રિજ સાથે મોટરસાઈકલ અથડાતા 3 મજૂરો 14ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આટલી ઊંચાઈએથી પડતા મજૂરોનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. ગુરુવારે આ વિશે માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના જિલ્લાના સિહાવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સાંકરા ગામ પાસે થઈ હતી. તેમણે કહ્યું કે 21 વર્ષીય શરીફુલ હક, 42 વર્ષીય અબ્દુલ રહીમ અને 26 વર્ષીય કમલીન જમાલનું બુધવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય એક જ મોટરસાઇકલ પર સવાર હતા અને પુલ સાથે અથડાયા બાદ તેઓ નીચે પડી ગયા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય મજૂરો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના રહેવાસી હતા. તેણે જણાવ્યું કે ત્રણેય મજૂરો ભોટાલી બોદરા ગામમાં રહેતા હતા અને હાઈ ટેન્શન વાયર લગાવવાનું કામ કરતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે જ્યારે તેઓ સિહાવા સંકરા ગામથી મોટરસાઈકલ પર પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ સાંકરા પાસે નહેરના પુલ સાથે અથડાઈ ગયા. અથડામણ બાદ મોટરસાઇકલ પુલની ઉપર રહી હતી અને ત્રણેય 14 ફૂટ નીચે પડી ગયા હતા. આટલી ઉંચાઈ પરથી પડી જવાને કારણે ત્રણેયને ગંભીર ઈજાઓ થવાથી તેઓનું મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ શરીફુલ હક, અબ્દુલ રહીમ અને કમલીન જમાલના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસે મામલો નોંધી લીધો છે અને મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ પહેલા રવિવારે છત્તીસગઢના બાલોદમાં એક ટ્રક પલટીને કાર પર પડી હતી, જેના કારણે 4 લોકોના મોત થયા હતા. આ વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના પુરુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેશનલ હાઈવે નંબર 30 પર મરકાટોલા ગામ પાસે બની હતી.
આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…
આ પણ વાંચોઃ accident case/અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની