Amreli News : આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના મોટાબાપુની વાડીમાં PGVCના કર્મચારીઓ ટી સી રિપેરીંગ કામ કરવા ગયા હતા. દરમિયાન વાડી પાસેથી પસાર થતા ઈલેક્ટરિક થાંભલાના તારમાં કોઈ ખેડૂતે આંકડા નાંખી વીજચોરી કરતા હોવાનું જણાયું હતું. જેને પગલે દામનગર PGVCના લાઈનમેન રાજેન્દ્રસિંહ માધવસિંહ જનવારે ફરિયાદીના મોટાબાપુના દિકરાને આ આંકડા કોણે નાંખ્યા છે તેની મને ખબર છે અને મેં ફોટા પાડી લીધા છે, એમ કહ્યું હતું. તમારા મોટા બાપુને કહેજો કે મને મળી જાય નહીતર વીજચોરીનો કેસ કરવો પડશે.
આથી ફરિયાદીએ રાજેન્દ્રસિંહ સાથે ફોન પર વાત કરતા તેણે વીજચોરીનો કેસ નહી કરવા માટે રૂ.3,000 ની લાંચ માંગી હતી. બીજીતરફ એસીબીએ છટકુ ગોઠવીને રાજેન્દ્રસિંહ જનવારની લાંચ લેતા ધરપકડ કરી હતી. બાદમાં આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરકરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપી રાજેન્દ્રસિંહ જનવારને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.10,000 નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ઙરે તો વધુ ચાર માસની કેદની સજા કરી હતી.
આ પણ વાંચો: પંચમહાલ: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા, છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા
આ પણ વાંચો: પંચમહાલ :કાલોલમાં whatsapp ગ્રુપમાં મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણી
આ પણ વાંચો: પંચમહાલ જિલ્લામાં DAP ખાતરની ભારે અછતથી ખેડૂતો પરેશાન