વિજ્ઞાનમાં ગ્રહણને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે લોકોના હિત માટે સારું નથી. ગ્રહણ કોઈપણ વ્યક્તિ માટે ફળદાયક નથી. પરિણામો પણ શુભ નથી. 5 જૂનથી 5 જુલાઇ દરમિયાન ત્રણ ગ્રહણ થવાના છે, બે ચંદ્ર અને એક સૂર્યગ્રહણ.
જ્યોતિષીઓના કહેવા મુજબ, આ સંયોગ સેંકડો વર્ષો પછી થઈ રહ્યો છે. 30 દિવસની અંદર ત્રણ ગ્રહણ રોગચાળા અને કુદરતી આફતો જેવી આડઅસર પેદા કરી શકે છે. 5 જૂન અને 5 જુલાઈએ ચંદ્રગ્રહણ થશે. તે જ સમયે, 21 જૂને સૂર્યગ્રહણના પરિણામો પણ જ્યોતિષની દ્રષ્ટિએ સારા માનવામાં આવતાં નથી. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર 5 જૂને 11: 15 અને 6 જૂને 2:34 વાગ્યે ગ્રહણ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.